TAT HS Mains Exam 2026: Pattern, Syllabus & Date
Last Updated: 11 July 2026
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા તારીખ 05/02/2026 ના રોજ પ્રસિદ્ધ થયેલા સત્તાવાર જાહેરનામા મુજબ, TAT HS Mains Exam 2026 (શિક્ષક અભિરુચિ કસોટી - ઉચ્ચત્તર માધ્યમિક, મુખ્ય પરીક્ષા) એ Gujarat રાજ્યની નોંધાયેલી સરકારી અને ખાનગી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવા માટેનું બીજું અને અંતિમ તબક્કાનું પરીક્ષણ છે. પ્રાથમિક (Preliminary) MCQ પરીક્ષામાં Cut-Off થી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો જ આ વર્ણનાત્મક લેખિત Mains Exam આપી શકે છે. આ પોસ્ટમાં ફક્ત Mains Exam નું Official Pattern, Paper-1 અને Paper-2 નું ચોક્કસ માળખું, Syllabus Level, Merit Criteria અને Preparation Strategy — બધું જ સત્તાવાર જાહેરનામાના આધારે આપવામાં આવ્યું છે.
ટૂંકમાં: TAT HS Mains Exam 2026 Date - 02/08/2026 ના રોજ યોજાશે. આ 200 ગુણની વર્ણનાત્મક પરીક્ષા છે — Paper-1 (ભાષા સજ્જતા) 100 ગુણ/150 મિનિટ અને Paper-2 (વિષયવસ્તુ અને વિષય પદ્ધતિ) 100 ગુણ/180 મિનિટ. Mains માં General કેટેગરી માટે ઓછામાં ઓછા 60% અને Reserved કેટેગરી માટે 55% ગુણ મેરીટ લિસ્ટ માટે જરૂરી છે.
અનુક્રમણિકા (Table of Contents)
- 1. TAT HS Mains Exam Date 2026 (Official Schedule)
- 2. TAT HS Mains Exam Pattern 2026
- 3. Paper-1: ભાષા સજ્જતા (Gujarati/Hindi/English) નું માળખું
- 4. Writing Skills : Nibandh, Aheval Patra Lekhan કે ચર્ચા પત્ર ખરેખર કેવી રીતે લખવા જોઇયે?
- 5. Paper-2: વિષયવસ્તુ અને વિષય પદ્ધતિ સજ્જતાનું માળખું
- 6. TAT HS Mains Syllabus 2026 (ધોરણ 11-12)
- 7. Mains માટે કોણ પાત્ર છે? Merit Criteria શું છે?
- 8. TAT HS Mains Preparation Strategy અને Study Plan
- FAQs
1. TAT HS Mains Exam Date 2026 (Official Schedule)
રાજ્ય પરીક્ષા બોર્ડના જાહેરનામા ક્રમાંક: રાપબો/TAT-HS Mains/2026/7838 (તા. 10/07/2026) મુજબ TAT HS Mains Exam date 2026 નીચે મુજબ છે:
| ક્રમ | વિગત | તારીખ/સમયગાળો |
|---|---|---|
| 1 | જાહેરનામું પ્રસિદ્ધ કર્યાની તારીખ | 10/07/2026 |
| 1 | Exam Hall Ticket Downloadની તારીખ | 20/07/2026 |
| 1 | Exam Hall Ticket Download Official website | www.sebexam.org |
| 5 | મુખ્ય પરીક્ષા (વર્ણનાત્મક લેખિત સ્વરૂપ) | 02/08/2026 |
2. TAT HS Mains Exam Pattern 2026
પ્રાથમિક પરીક્ષામાં Cut-Off થી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો માટે Mains Exam યોજાય છે, જે સંપૂર્ણપણે વર્ણનાત્મક લેખિત સ્વરૂપની હોય છે. TAT HS Mains Exam Pattern 2026 નું માળખું નીચે મુજબ છે:
| પ્રશ્નપત્ર | વિષય | ગુણ | સમય |
|---|---|---|---|
| પ્રશ્નપત્ર-1 | ભાષા સજ્જતા (ગુજરાતી / હિન્દી / અંગ્રેજી માધ્યમ મુજબ) | 100 ગુણ | 150 મિનિટ |
| પ્રશ્નપત્ર-2 | વિષયવસ્તુ (Content) અને વિષય પદ્ધતિ (Pedagogy) | 100 ગુણ | 180 મિનિટ |
| કુલ | 200 ગુણ | 330 મિનિટ | |
જે માધ્યમમાં ઉમેદવારે પ્રાથમિક પરીક્ષા પાસ કરી હોય, એ જ માધ્યમમાં Mains Exam આપવાની રહે છે. જો ઉમેદવારે એક કરતાં વધુ વિષયો કે માધ્યમો માટે ફોર્મ ભર્યું હોય, તો ફક્ત એક જ વિષય અને એક જ માધ્યમની કસોટીમાં ઉપસ્થિત રહી શકાય છે.
3. Paper-1: ભાષા સજ્જતા (Gujarati/Hindi/English) નું માળખું
Paper-1 ઉમેદવારના માધ્યમ મુજબ (ગુજરાતી/હિન્દી/અંગ્રેજી) ત્રણમાંથી કોઈ એક હોય છે. TAT HS Mains Exam Pattern 2026 મુજબ Gujarati/Hindi સજ્જતાનું અભ્યાસક્રમ માળખું:
- નિબંધ: આશરે 250 થી 300 શબ્દોમાં (વર્ણનાત્મક, વિશ્લેષાત્મક, ચિંતનાત્મક કે સાંપ્રત સમય પર આધારિત)
- સંક્ષેપીકરણ: આપેલ ગદ્યમાંથી આશરે 1/3 ભાગમાં તમારા શબ્દોમાં સંક્ષેપ
- પત્ર લેખન: આશરે 100 શબ્દોમાં (અભિનંદન/શુભેચ્છા/વિનંતી/ફરિયાદ વગેરે)
- ચર્ચાપત્ર: આશરે 200 શબ્દોમાં (વર્તમાનપત્રમાં પ્રજાના પ્રશ્નો/સાંપ્રત સમસ્યાઓ પર વ્યક્તિગત અભિપ્રાય)
- વ્યાકરણ: રૂઢિપ્રયોગનો અર્થ અને વાક્યપ્રયોગ, કહેવતોનો અર્થ, સમાસનો વિગ્રહ અને ઓળખ, છંદ ઓળખાવો, અલંકાર ઓળખાવો, શબ્દસમૂહ માટે એક શબ્દ, જોડણી શુદ્ધિ, લેખનશુદ્ધિ/ભાષાશુદ્ધિ, સંધિ (જોડો કે છોડો), વાક્યરચનાના અંગો/વાક્ય પરિવર્તન
English માધ્યમના ઉમેદવારો માટે Paper-1 નું અભ્યાસક્રમ માળખું:
- Report Writing (in about 200 words) — official function/event/field trip/survey
- Writing on Visual Information (in about 150 words) — graph/image/flow chart/table
- Formal Speech (in about 150 words) — inauguration/seminar/formal ceremony
- Application/Letter Writing (in about 150 words)
- Grammar — Tenses, Voice, Narration, Transformation of sentences, Articles & Determiners, Prepositions, Phrasal Verbs, Idiomatic Expressions, Administrative Glossary, Synonyms/Antonyms, One-word substitution, Affixes, Cohesive devices/Connectives, Confusing words (homonyms/homophones)
Common Mistake: ઘણા ઉમેદવારો Paper-2 (વિષયવસ્તુ) પર જ ફોકસ કરે છે અને Paper-1 ની Language Competency ને Last Minute પર છોડી દે છે. યાદ રાખો — Paper-1 પણ 100 ગુણનું છે, એટલે Nibandh, Sankshepikaran અને Vyakaran ની Practice શરૂઆતથી જ કરો.
4. Nibandh, Aheval અને Patra Lekhan ખરેખર કેવી રીતે લખવું?
ઉપર તમે Paper-1 નું Format જોયું — પણ સાચું કહીએ તો, મોટાભાગના ઉમેદવારો Nibandh કે Aheval ના "Topic" પર અટકતા નથી, એ અટકે છે "કેવી રીતે શરૂઆત કરવી, Structure શું રાખવું અને Word Limit માં કેવી રીતે પૂરું કરવું" એ સવાલ પર. અમે આ ચારેય Writing Skills પર અલગ-અલગ Detailed Guide તૈયાર કરી છે — જેમાં Format, Step-by-Step Structure અને Real Examples સાથે સમજાવ્યું છે, જેથી Exam Hall માં તમારે વિચારવાનો સમય ન બગડે.
લેખન કૌશલ્ય (Writing Skills) માં મહારત હાંસલ કરો
મુખ્ય પરીક્ષાઓની વર્ણનાત્મક કસોટીઓમાં મેરિટમાં ટોચનું સ્થાન મેળવવા માટે સચોટ અને પ્રભાવશાળી લેખન શૈલી હોવી અત્યંત જરૂરી છે. યોગ્ય માર્ગદર્શન સાથે તમારી લેખન કળાને વધુ ધારદાર બનાવો:
Writing Skills એટલે શું?, શા માટે મહત્વપૂર્ણ છે?, તૈયારીની સંપૂર્ણ સ્ટ્રેટેજી: – નિબંધ, પત્ર અને ચર્ચાપત્રના ફોર્મેટમાં મહત્તમ ગુણ મેળવવાની સ્માર્ટ અને સચોટ ટિપ્સ.
- 📝 નિબંધ કેવી રીતે લખવો? — Introduction, Body અને Conclusion નું સાચું Structure તથા 250-300 શબ્દોમાં Word Limit કેવી રીતે જાળવવી, Example સાથે વાંચવા અહીં ક્લિક કરો
- 📄 અહેવાલ (Aheval/Report) લેખન Format — Official Function, Field Trip કે Survey Report નું ચોક્કસ Format અને Sample Report વાંચવા અહીં ક્લિક કરો
- ✉️ પત્ર લેખન (Patra Lekhan) ના તમામ પ્રકાર — અભિનંદન, વિનંતી અને ફરિયાદ પત્રનું Structure તથા Ready Examples જોવા અહીં ક્લિક કરો
- 💬 ચર્ચાપત્ર (Charcha Patra) કેવી રીતે લખવો? — વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ થાય એવો Impactful ચર્ચાપત્ર 200 શબ્દોમાં કેવી રીતે લખવો, Sample સાથે વાંચવા અહીં ક્લિક કરો
5. Paper-2: વિષયવસ્તુ અને વિષય પદ્ધતિ સજ્જતાનું માળખું
Paper-2 એ TAT HS Mains Exam Pattern 2026 નો સૌથી મહત્વનો ભાગ છે, કારણ કે એ ઉમેદવારના પસંદ કરેલા વિષયના Content તેમજ Pedagogy (વિષય શીખવવાની પદ્ધતિ) બંનેની ચકાસણી કરે છે. શિક્ષણ વિભાગના સુધારા ઠરાવ (તા. 13/01/2026) મુજબ Paper-2 નું અંતિમ ગુણભાર માળખું નીચે મુજબ છે:
| ક્રમ | પ્રશ્ન સ્વરૂપ | ગુણભાર |
|---|---|---|
| 1 | મુદ્દાસર જવાબ આપો (150 થી 180 શબ્દોમાં) — સાત પ્રશ્નો (દરેકના 05 ગુણ) | 35 |
| 2 | માંગ્યા પ્રમાણે જવાબ આપો (100 થી 150 શબ્દોમાં) — સાત પ્રશ્નો (દરેકના 04 ગુણ) | 28 |
| 3 | એક કે બે વાક્યમાં જવાબ આપો — અગિયાર ફરજિયાત પ્રશ્નો (દરેકના 02 ગુણ) | 22 |
| 4 | હેતુલક્ષી પ્રશ્નો (ખાલી જગ્યા પૂરો/જોડકાં જોડો/સાચા-ખોટા વગેરે) (દરેકનો 01 ગુણ) | 15 |
| કુલ ગુણ | 100 | |
જે વિષય માટે ઉમેદવારે અરજી કરી હોય, તે જ વિષયનું Paper-2 મળે છે. ધ્યાન રાખો કે આ 180 મિનિટની પરીક્ષામાં ચાર અલગ-અલગ પ્રકારના પ્રશ્નો પૂછાય છે, એટલે Time Management ખૂબ જ મહત્વનું બની જાય છે.
6. TAT HS Mains Syllabus 2026 (ધોરણ 11-12)
Paper-2 નો Syllabus સંબંધિત વિષયના ધોરણ 11 થી 12 ના અભ્યાસક્રમ પર આધારિત છે (ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલ), પરંતુ કઠિનતા અને અનુબંધ અનુસ્નાતક (Post Graduate) કક્ષાનું રહે છે — એટલે કે પ્રશ્નોની ઊંડાઈ ધોરણ 11-12 ના Content ને Advanced Level પર Test કરે છે.
માધ્યમ પ્રમાણે ઉપલબ્ધ વિષયો (નોંધાયેલી સરકારી અને ખાનગી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ માટે):
Account & Commerce, Biology, Chemistry, Computer, Economics, English, Geography, Gujarati, Hindi, History, Agriculture, Maths, Philosophy, Physics, Political Science, Psychology, Sanskrit, Sociology, Statistics, Physical Education, Social Science
Account & Commerce, Biology, Chemistry, Computer, Economics, English, Gujarati, Hindi, Maths, Physics, Psychology, Sociology, Statistics, Physical Education
Account & Commerce, Economics, English, Hindi, Psychology, Sociology
7. Mains માટે કોણ પાત્ર છે? Merit Criteria શું છે?
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલ Cut-Off થી વધુ ગુણ પ્રાથમિક પરીક્ષામાં મેળવનાર ઉમેદવાર જ Mains Exam આપી શકે છે. Mains માટે અલગથી અરજી કરવાની જરૂર નથી — Cut-Off પાસ કરનાર ઉમેદવારોને Hall Ticket ઓનલાઈન માધ્યમથી બોર્ડ દ્વારા આપવામાં આવે છે.
શિક્ષણ વિભાગના ઠરાવ (તા. 27/01/2026) મુજબ Mains Exam માં Merit List માટે લાયકાત ધોરણો:
| કેટેગરી | Mains Exam માં જરૂરી ન્યૂનતમ ગુણ |
|---|---|
| સામાન્ય (General) | ઓછામાં ઓછા 60% ગુણ |
| SC, ST, SEBC, EWS, PH | ઓછામાં ઓછા 55% ગુણ |
આ કસોટી પાસ કરવાથી શિક્ષક તરીકેની પસંદગીનો હક્ક પ્રસ્થાપિત થતો નથી — આ ફક્ત ભરતી માટેની જરૂરી લાયકાત મેળવવા માટેની કસોટી છે. મેરીટ લિસ્ટની માન્યતા અવધિ, ત્યારબાદ લેવાયેલ TAT-HS ના મેરીટ લિસ્ટ જાહેર થાય ત્યાં સુધીની રહે છે.
8. TAT HS Mains Preparation Strategy અને Study Plan
Mains Exam વર્ણનાત્મક હોવાથી, ફક્ત Content Knowledge પૂરતું નથી — Answer Writing Skill પણ એટલી જ મહત્વની છે. TAT HS Mains Preparation Guide 2026 માટે નીચેની Strategy અપનાવો:
- Paper-1 Practice: અઠવાડિયામાં ઓછામાં ઓછા 2 નિબંધ (250-300 શબ્દો) અને 1 સંક્ષેપીકરણ Practice કરો. Word Limit માં જ લખવાની ટેવ પાડો — Examiner Word Limit ને મહત્વ આપે છે.
- Paper-2 Content Revision: ધોરણ 11-12 ના તમારા વિષયના Textbook ને Postgraduate Level સુધી Deepen કરો — ફક્ત Textbook વાંચવું પૂરતું નથી, Reference Books પણ જુઓ.
- Pedagogy Preparation: Paper-2 માં Content ઉપરાંત વિષય પદ્ધતિ (Teaching Methodology) ના પ્રશ્નો પણ પુછાય છે — Teaching Methods, Learning Outcomes, Classroom Techniques ને અલગથી Revise કરો.
- Time-bound Mock Writing: 150 મિનિટ અને 180 મિનિટની Time Limit માં Full-length Mock Paper લખવાની Practice કરો, જેથી Actual Exam માં Time Management ની સમસ્યા ન થાય.
FAQs (વારંવાર પુછાતા પ્રશ્નો)
TAT HS Mains Exam 2026 ક્યારે યોજાશે?
સત્તાવાર જાહેરનામા મુજબ TAT HS Mains Exam મે-2026 માં (સંભવિત) યોજાશે. ચોક્કસ તારીખ Preliminary Exam ના પરિણામ પછી અલગથી જાહેર થાય છે.
TAT HS Mains Exam કેટલા ગુણની હોય છે?
TAT HS Mains Exam કુલ 200 ગુણની હોય છે — Paper-1 (ભાષા સજ્જતા) 100 ગુણ અને Paper-2 (વિષયવસ્તુ અને વિષય પદ્ધતિ) 100 ગુણ.
Paper-1 અને Paper-2 માટે કેટલો સમય મળે છે?
Paper-1 માટે 150 મિનિટ અને Paper-2 માટે 180 મિનિટનો સમય મળે છે.
Mains Exam માટે અલગથી અરજી કરવાની જરૂર છે?
ના, Preliminary Exam માં Cut-Off થી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોને Mains Exam માટે Hall Ticket ઓનલાઈન માધ્યમથી બોર્ડ દ્વારા આપોઆપ આપવામાં આવે છે.
Mains Exam માં Merit List માટે કેટલા ગુણ જરૂરી છે?
General કેટેગરી માટે ઓછામાં ઓછા 60% ગુણ અને SC/ST/SEBC/EWS/PH કેટેગરી માટે ઓછામાં ઓછા 55% ગુણ Mains Exam માં મેળવવા જરૂરી છે.
લેખક વિશે (Author Bio)
G H Parmar — Marumaterial ટીમના Content Expert, જેમને Gujarat સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને TAT/TET જેવી Teacher Eligibility Exams ના Study Material Analysis માં 5 વર્ષનો અનુભવ છે.
સંદર્ભો (Sources & References)
આ લેખની તમામ માહિતી રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરના સત્તાવાર જાહેરનામા (રાપબો/TAT-HS/2026/2042-2082, તા. 05/02/2026 અને જાહેરનામા ક્રમાંક: રાપબો/TAT-HS Mains/2026/7838 તા. 10/07/2026) અને શિક્ષણ વિભાગના સંબંધિત ઠરાવો પર આધારિત છે. અધિકૃત અને લેટેસ્ટ અપડેટ માટે ojas.gujarat.gov.in અથવા rajya Pariksha Board ni official website જુઓ.
Content Update Notice
આ વિભાગ છેલ્લે 11 જુલાઈ 2026 એ ચકાસવામાં આવ્યો હતો. Mains Exam ની ચોક્કસ તારીખ કે Pattern માં કોઈ સત્તાવાર ફેરફાર થાય તો આ પોસ્ટ તરત જ Update કરવામાં આવશે.
વધુ અપડેટ્સ માહિતી અને મટીરીયલ માટે!
Maru Material ના સત્તાવાર ગ્રુપમાં આજે જ જોડાવો અને મેળવો Exam Preperation info અને PDF મટીરીયલ્સ.
Join WhatsApp Group Join Telegram Channel
વાર્તાલાપમાં જોડાઓ